SAMAST BHATIA MAHAJAN

Jai Shree Krushna to all devotees, for watching, posting comments, and expressing your feelings on Our Community Blog.I am very thankful to all of you.Welcome to Our Bhatia Community Blog to enjoy old memories of Param Pujya Shree Ramchandra Dongre ji Maharaj,shree dongreji maharaj katha, it is very rare video, i am going to upload these katha in parts. get prasad of shree dongreji maharaj and feel the God right in your heart,Video of Shree Dongreji Maharaj Bhagwat Katha Total Parts....Part -1 to 91,Spl.Thanks to Mr.HITESH JOSHI. ,including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.પૂજ્ય ડોંગરેજી મહારાજનો જન્મ ફાગણ સુદ ત્રીજ ને તારીખ ૧૫-૨-૧૯૨૬ને સોમવારના દિવસે તેમના મોંસાળ ઈન્દોરમાં થયોહતો.તેમનું અસલ નામ રામચંદ્ર કેશવ ડોંગરે હતું.તેમની માતાનું નામ કમલાતાઈ અને પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે હતું.તેમણે ભાગવત કથાનો આરંભ ઈ.સ.૧૯૪૮માં લક્ષ્મણ મહારાજના મઠ જાંબુબેટ,વડોદરામાં પ્રથમ સપ્તાહ કથાનો પ્રારંભ કર્યો.તેમણે ભારતમાં જુદા જુદા સ્થળોમાં લગભગ ૧૧૦૦ જેટલી ભાગવત કથાઓ કરી,આમ છતાં કથામાંથી પ્રાપ્ત ધન એમણે કદી લીધું નથી.આ ધનમાંથી ગૌશાળા,મહાવિદ્યાલય, હોસ્પિટલ,મંદિર,અન્નક્ષેત્ર,અનાથાશ્રમ જેવી સંસ્થાઓને નિભાવ માટે આપતા હતા.તેઓ તા.૮-૧૧-૧૯૯૦ ના રોજ સવારે ૯-૩૭ કલાકે અનેક ભાવિક ભક્તોની હાજરીમાં નડિયાદ મુકામે બ્રહ્મલીન થયા.તેમના પાર્થિવ દેહને તેજ દિવસે સાંજના ૫-૨૫ વાગે માલસરમાં નર્મદા નદીના પ્રવાહમાં જળસમાધિ આપવામાં આવી.માલસરમાં પાંત્રીસ વર્ષ સુધી પ્રત્યેક પોષ માસમાં તેઓ કથા કરતાં હતા.ખરેખર પૂજ્ય ડોંગરેજી મહારાજ ગુજરાતના તુલસીદાસ હતા.તેઓએ ભાગવત શાસ્ત્રને લોકભોગ્ય સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરીને ગુજરાતના ભાવિક ભક્તોની અનન્ય સેવા કરી છે.એમની ભાગવત કથાથી પ્રત્યેક ભાવિક ભક્તો સારી રીતે પરિચિત છે.જેથી તેમની કથાનો પરિચય આપવો એ સુરજ સામે દીવો ધરવા જેવું કાર્ય છે.

Sunday, June 20, 2010

Dongreji Maharaj Part 1

Param Pujya Dongreji Maharaj Part 2

Dongreji Maharaj Katha PART 1

Dongreji Maharaj Katha Part 2

Dongreji Maharaj Katha Part 3

Dongreji Maharaj Katha Part 4

Dongreji Maharaj Katha Part 5

shri dongreji maharaj katha part 6

SHREE DONGREJI MAHARAJ -KATHA

WEL COME TO SHREE DONGREJI MAHARAJ KATHAMRUT RAS PAAN
 ।। શ્રી ગણેશાય નમઃ ।।
।। શ્રી સરસ્વત્યૈ નમઃ ।।
।। શ્રી ગુરુભ્યો નમઃ ।।
।। ઓમ નમો ભગવતે વાસુદેવાય ।।
પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. શ્રીકૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવેત્તર કોઇને પણ ભગવાનના દર્શન થતાં નથી. માનવને જ પ્રભુએ શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. માનવ શક્તિનો ઉપયોગ બુદ્ધિનો ઉપયોગ કેવલ પૈસા માટે સંસાર સુખ માટે ન કરે. શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે. તેને મરતાં પહેલાં જ ભગવાનના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલાં દેવ આપણા કરતાં બહુ જ સુખ ભોગવે છે. દેવો અતિ સુખ તો ભોગવે છે, દેવોને શાંતિ મળતી નથી. અતિ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે મને પૈસા મળે, મારો બંગલો થાય, સ્ત્રી મળે, પુત્ર થાય હું સુખી થઇશ. માનવની કલ્પના બરાબર નથી. કેવલ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારનો એક નિયમ છે કે અતિ સુખ ભોગવે છે એની ઇચ્છા હોય કે ન હોય એણે દુઃખ ભોગવવું જ પડશે. સુખના પાછળ દુઃખ ઉભુ જ છે. સુખ અને દુઃખ બે સગા ભાઇઓ છે. દુઃખની સમાપ્તિ શ્રીકૃષ્ણ દર્શનથી થાય છે.

આ સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે શાંતિ નથી. આ જીવ જ્યારે ઇશ્વરથી અલગ થયો જીવાત્માએ ભગવાનને કહ્યું મારે હવે સંસારમાં ફરવું છે. આપણે બધા એક દિવસ એવો હતો ભગવાનના ચરણમાં હતાં. ભગવાન સાથે જ આપણે રહેતાં હતાં. આ જીવની કંઇ બુદ્ધિ બગડી અને ભગવાનને છોડીને જગતમાં રખડવાની ઇચ્છા થઇ. જ્યારે જીવ ભગવાનને છોડીને જગતમાં જવા લાગ્યો ત્યારે ભગવાનની પણ આંખો ભીની થઇ. મારો અંશ છે. મારો બાળક છે. હવે એને મારી પાસે રહેવું ગમતું નથી. મને છોડીને જાય છે. પ્રભુએ કહ્યું કે બેટા, તું મને છોડીને જાય છે. ભલે જા, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ના આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં. રાજા રાજમહેલમાં સુખ ભોગવે છે એને તમે પૂછો તમારું મન શાંત રહે છે. મન અતિ ચંચળ રહે છે અને તેથી જ સિદ્ધ થાય છે શાંતિ નથી. પ્રભુએ સંસારમાં જાણીને જ અશાંતિ રાખી છે.

પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુ ને પ્રાપ્ત કરવા માટે છે.
પ્રભુ એ કૃપા કરી માત્ર માનવ ને જ એક એવી શક્તિ આપી છે કે જો માનવ આ બુદ્ધિ નો સદુપયોગ કરી,વિવેક થી ,પવિત્ર જીવન ગાળે તો મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય.માત્ર માનવ માં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-રૂપ ને પરમાત્મ-સ્વરૂપ ને ઓળખી લઇ,પરમાત્મા ના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.
પશુ પાપ કરે છે પણ તેને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.પશુઓ પાપ ભોગવી રહ્યા છે.પશુ-પક્ષીઓ –શરીર તે –હું જ છું,એવું સમજી વ્યવહાર કરે છે,ત્રણ વર્ષ પછી તો તે પોતાના માતપિતાને ભૂલી જાય છે. તે પોતાના દેહ ને જ આત્મા માને છે,અને આત્મ-સ્વરૂપ ને જાણતા નથી. અને આમ પશુ ને પોતાના સ્વ-રૂપ નું પણ ભાન નથી તો પછી એ પરમાત્મ-રૂપ ને ક્યાંથી પામી શકે?
શરીર ને જે –આત્મા-સમજે છે, એ માનવ પશુ સમાન જ છે,આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે,છતાં તેને શાંતિ મળી નથી.તેને શાંતિ ત્યારે મળે જયારે તેને પરમાત્મા ના દર્શન થાય.
વધુ તો શું કહું? સ્વર્ગ માં રહેલા દેવો ને પણ પરમાત્મા નો અનુભવ થતો નથી. સ્વર્ગ માં રહેલા દેવો પણ દુખી છે,અશાંત છે,તેમને પણ પતન ની બીક હોય છે. પુણ્ય નો નાશ થયા પછી તેમને પણ ત્યાંથી ધકેલી દેવામાં આવે છે,ત્યારે બિલકુલ દયા રાખવામાં આવતી નથી. માથું નીચે ને પગ ઉંચે-આમ સ્વર્ગમાં રહેલા દેવોનું પતન થાય છે.
પરંતુ જે પરમાત્મા શ્રી કૃષ્ણ ના દર્શન કરે છે,તેમનું પતન થતું નથી.સ્વર્ગ માં રહેલા દેવો આપણા કરતા વધુ સુખ ભોગવે છે,પણ એમને પરમાત્મા ના દર્શન થતા નથી.જેને સુખ ભોગવવાની ઈચ્છા છે,તેને પરમાત્મા ના દર્શન થતા નથી.સ્વર્ગ ના દેવો સુખ ભોગવીને પુણ્ય નો નાશ કરે છે,પશુ પક્ષીઓ દુખ ભોગવી પાપ નો નાશ કરે છે. સ્વર્ગ ના દેવો પુણ્ય નું ફળ –સુખ –ભોગવે છે,અને પુણ્ય નો નાશ કરે છે,સ્વર્ગ એ ભોગ ભૂમિ છે,ત્યાં નવું પુણ્ય ઉપાર્જિત થતું નથી, સ્વર્ગ માં કોઈ નવી આવક થતી નથી,માનવ જે પુણ્ય લઇ ને ગયો હોય તે ભોગવે છે. મનુષ્ય માં પાપ અને પુણ્ય ને સમજવાની બુદ્ધિ છે. એક મનુષ્ય-યોનિ માં જ પાપ-પુણ્ય થાય છે.મનુષ્ય ધારે તો પાપ કરતો અટકી જાય અને નવું પુણ્ય કરી શકે છે.અને પરમાત્મા ના દર્શન કરી શકે છે. માનવી વિવેક બુદ્ધિ થી સંસાર માં જીવે તો --ભોગ અને ભગવાન બંને ને મેળવી શકે છે. માનવી આત્મ-સ્વરૂપ ને જાણતો નથી,કે જે પરમાત્મ-રૂપ ને જાણતો નથી તેને હંમેશા –બીક- રહે છે,શાંતિ મળતી નથી, રાજાને શાંતિ નથી.પરમાત્મા શ્રી કૃષ્ણ ના દર્શન કરે તેને પૂર્ણ શાંતિ મળે છે.
પણ દુઃખની વાત એ છે કે મનુષ્ય પરમાત્મા માટે કઈ સાધન કરતો નથી. શરીર ના સુખ ને એ પોતાનું સુખ સમજે છે. સુખ ના ત્રણ પ્રકાર છે. શરીર નું સુખ , પ્રાણ નું સુખ, આત્મા નું સુખ.
મનુષ્ય ને સાચા સુખ ની ખબર નથી. મહેનત ના કરે તો શરીર રોગી થાય છે,શરીર આળસુ બને તો રોગો નું ઘર થાય છે.આજ ના મનુષ્ય ને વગર મહેનતે પૈસો જોઈએ છે.સુખ ના સાધન વધે એટલે રોગો વધે છે. શરીર ને રોગ થાય તો તેની મનુષ્ય કાળજી રાખે છે,પણ મન ને કેટલા રોગ થયા છે,તેનો વિચાર કરતો નથી. મનને ખુબ રોગ થયા છે.કામ,ક્રોધ,લોભ,મદ,મોહ –એ બધાં રોગ છે.અને તેથી પ્રભુ ના દર્શન થતા નથી. મન શુદ્ધ થાય તો તમે જ્યાં બેઠા છો ત્યાં જ પરમાત્મા ના દર્શન થશે,પરમાત્મા દેખાશે.
પ્રભુ-દર્શન ના ત્રણ પ્રકારો શાસ્ત્ર માં દર્શાવ્યા છે.
૧.સ્વપ્ન માં પ્રભુ ની ઝાંખી થાય તે સાધારણ દર્શન
૨.મંદિર અને મૂર્તિ માં પ્રભુ ના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિર માં પ્રભુ ના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી.
૩.પ્રભુ નું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્મા ના દર્શન કરો.તે ઉત્તમ દર્શન છે.
પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે.
વેદાંત માં સાક્ષાત્કાર ના બે પ્રકારો બતાવ્યા છે.
૧.પરોક્ષ સાક્ષાત્કાર--ઈશ્વર કોઈક એક ઠેકાણે છે-તેમ માને તે
૨.અપરોક્ષ સાક્ષાત્કાર—ઈશ્વર વિના કઈ નથી,ઈશ્વર બધુ જ છે,અને હું પણ ઈશ્વર થી અલગ નથી.-તેમ માને તે.
જેને --હું પોતે બ્રહ્મ છું—એવું—જ્ઞાન-- થાય તેને –સાક્ષાત્કાર-- થયો તેમ કહેવાય.
જોનારો ઈશ્વર ને જોતા ઈશ્વરમય બને ,ઈશ્વર નો સર્વ માં અનુભવ કરતા કરતા જે ઈશ્વર સાથે એકરૂપ બને છે,તે જ ઈશ્વર ના પરિપૂર્ણ સ્વરૂપ ને જાણી શકે છે, અને વેદાંત માં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે.
ઈશ્વર જગત માં કોઈ એક ઠેકાણે છે? ઈશ્વર સર્વ વ્યાપક છે,તે એક મૂર્તિ કે મંદિર માં રહી શકે નહિ.
મૂર્તિ માં પ્રત્યક્ષ પરમાત્મા ક્યાં દેખાય છે? પણ વૈષ્ણવો ભાવના રાખે છે કે પ્રભુ સર્વ પદાર્થ માં છે તો –આ મૂર્તિ માં પણ છે. મૂર્તિ એ ભગવાન નથી,પણ મૂર્તિ માં ભગવાન નું આવાહન કરવામાં આવે છે,પછી તે ભગવદરૂપ બને છે. મૂર્તિ ની જેમ જ દરેક મનુષ્ય માં પરમાત્મા ના દર્શન કરવાના છે.
કોઈના શરીર ને કે રૂપ ને જોશો નહિ.જ્યાં સુધી દેહ ના દર્શન થાય છે ત્યાં સુધી દેવના થશે નહિ.
કોઈના શરીર ને જોવા થી દેહભાન જાગૃત થાય છે. એટલે દેહ થી દ્રષ્ટિ જાય ત્યારે જ દેવ ના દર્શન થાય છે. કોઈ પણ સ્ત્રી ને – દેહ દ્રષ્ટિ થી જોશો તો મન બગડશે. પણ આ ગોપી છે,આ લક્ષ્મી છે-એવી ભાવના કરો તો કુભાવ થશે નહિ. અત્યારે જમાનો એવો આવ્યો છે કે લોકોનું મન બગડતા વાર લગતી નથી. જ્ઞાનીનું-અજ્ઞાનીનું બધાનું મન બગડે છે. એટલે જ લોકોના હાથે પાપ થાય છે અને શાંતિ મળતી નથી.
પ્રત્યેક મનુષ્ય માં પરમાત્મા શ્રી કૃષ્ણ ના દર્શન કરવાથી ખુબ શાંતિ મળે છે. જેવી રીતે લાકડા માં સૂક્ષ્મ રીતે અગ્નિ વિરાજેલો છે,તેવી રીતે પ્રત્યેક માં સૂક્ષ્મ રીતે નારાયણ વિરાજેલા છે.
આથી નિશ્ચય કરો કે –“આ જગત માં મારો કોઈ શત્રુ નથી,મારું કોઈએ બગડ્યું નથી,બધાં મારા મિત્ર છે.બધાં મારા ભગવાન ના સ્વરૂપો છે. મને જે દુઃખ મળ્યું છે તે મારા પાપ નું ફળ છે.” નર અને નારાયણ—જીવ અને શિવ—એમાં તત્વ દ્રષ્ટિ થી વિચાર કરતા જીવ પણ ઈશ્વરનું સ્વ-રૂપ છે.
કેટલાક કહે છે કે જીવ માં ઈશ્વર જેટલી શક્તિ ક્યાં છે?
એક મહાત્મા છે.તે ગંગાજીમાંથી કમંડળ ભરી લાવ્યા છે.કમંડળમાંના ગંગાજી ના પાણી માં નાવડી-મગર –વગેરે ક્યાં છે?પણ તેથી તે ગંગાજી –ગંગાજી નથી –તેમ કેમ કહેવાય? તે પણ ગંગાજી જ છે. કમંડળ ની ઉપાધિ હોવાથી પ્રત્યક્ષ તેમાં નાવડી-મગર વગેરે દેખાતા નથી,પણ કમંડળ ની ઉપાધિ જાય અને તે પાણી ને ગંગા માં પધરાવો એટલે ગંગાજી જ છે.
તેમ શરીર માં જે ચૈતન્ય છે –તે ઈશ્વર છે. પણ શરીર ના આવરણ ને લીધે તે ચૈતન્ય ગુપ્ત છે.
પ્રત્યેક જીવ માં તો શું?પ્રત્યેક જડ વસ્તુ માં પણ પરમાત્મા છે.
આપણો સનાતન ધર્મ તો માત્ર ચેતન માં જ નહિ પણ જડ માંય પરમાત્માનું દર્શન કરવાનું કહે છે.
પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ –માં પરમાત્મા ની સત્તા વિલસે છે. પૃથ્વી માં ગંધ રૂપે, જળ માં રસ રૂપે પરમાત્મા જ વિલસે છે. જડ અને ચેતન સર્વ માં જેને પરમાત્મા દેખાય છે—તેને એક દિવસ પોતાના માં પણ પરમાત્મા નાં દર્શન થાય છે. જે સર્વ માં પરમાત્મા નાં દર્શન કરી શકતો નથી એને કદી એ પરમાત્મા નાં દર્શન થવાના નથી.
મંદિર માં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે છે. મન જ્યાં જાય ત્યાં ઈશ્વર નાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે તે સર્વ માં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે. સર્વ માં પરમાત્મા નો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપ માં પણ પરમાત્મા નો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય. ઉપનિષદ માં તેને અપરોક્ષ દર્શન કહે છે. ઈશ્વરને અન્ય સ્થળે વિચારવો તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શન થી બહુ લાભ નથી.પણ પરમાત્મા અપરોક્ષ દર્શનથી જીવ કૃતાર્થ થાય છે. જ્ઞાની પુરુષ ને પોતાના સ્વરૂપ માં ભગવાન દેખાય છે ,એટલે અદ્વૈત થાય છે. શ્રી કૃષ્ણલીલા એટલા માટે છે કે –આ લીલા ઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપ માં પરમાત્મા નો અનુભવ કરે.
લાલી મેરે લાલકી સબ જગ રહી સમાઈ,લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ.
ગોપીઓને પોતાના સ્વ-રૂપ નું વિસ્મરણ થયું અને બોલે છે કે ઢૂંઢા સબ જહામે,પાયા પતા તેરા નહિ,જબ પતા તેરા લગા, તો અબ પતા મેરા નહિ. કૃષ્ણ નો સર્વ માં અનુભવ કરતાં ગોપી ઓ કૃષ્ણમય બની છે.પોતાની અંદર જેને પરમાત્મા દેખાય ,પરમાત્મા નો જેને સાક્ષાત્કાર થાય ,તે પછી ઈશ્વર થી જુદો રહી શકતો નથી,ઈશ્વરમાં મળી જાય છે.
આ ભાગવત નું ફળ છે.
ભગવાન ગોલોક માં વિરાજે છે ,એવું જ્ઞાન તે સાધારણ જ્ઞાન છે.જે આપણા માટે બહુ ઉપયોગી નથી.
ગોલોકમાં વિરાજતા ભગવાન ને પોતાના હૃદય પ્રદેશમાં પધરાવી ,પોતાનામાંજ પરમાત્મા નાં દર્શન નો અનુભવ કરો.જગતના દરેક પદાર્થ માં પ્રભુ વિરાજેલા છે,તો મારામાં પણ તે પરમાત્મા વિરાજેલા છે. પોતાના માં અને સર્વ માં એક પરમાત્મા નાં દર્શન કરવાં,એ ભાગવત નું ફળ છે. જયારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે-શ્રી કૃષ્ણ મથુરામાં આનંદ થી વિરાજે છે.ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો છે.
ઉદ્ધવ,સર્વ વ્યાપક શ્રી કૃષ્ણ ને તું કેવળ મથુરામાં રાખે છે? વ્યાપક નો કોઈ ઠેકાણે અભાવ થઇ શકતો નથી. ઉદ્ધવ,અમારા કૃષ્ણ તો ગોકુલ છોડી ગયા જ નથી. અમે તો “કૃષ્ણ-કૃષ્ણ” કહીએ એટલે તેઓ અમારી આંખો સમક્ષ હાજર થાય છે.
ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે—સગુણ નાં આધારે નિર્ગુણ નો અનુભવ કરવાનો હોય છે. ગોપી કહે છે—મારા શ્રી કૃષ્ણ શું મારાથી જુદા છે?મારા શ્રી કૃષ્ણ મને છોડીને ગયા જ નથી.સાંજે જમનાજી જળ ભરવા ગઈ હતી,અંધારું થયું હતું,મને એમ થયું કે કોણ માથે બેડલું ચડાવશે?ત્યાં તો અવાજ સંભળાયો,સખી,હું… મે કૃષ્ણ ને પૂછ્યું,-તમે અમને છોડીને મથુરા ગયા હતા,તે ક્યારે પાછા આવ્યા? કૃષ્ણે કહ્યું-અલી બાવરી, હું તને છોડીને ગયો નથી. પરમાત્મા પ્રેમ પરતંત્ર છે.ઉદ્ધવ,મારા કૃષ્ણ મને છોડી ને ગયા જ નથી. ઉદ્દવ નું જ્ઞાનાભિમાન ત્યાં ઉતર્યું છે.ગોપી-કૃષ્ણ એક જ છે.
જેને સર્વ માં ભગવાન નાં દર્શન થતા નથી એ માનવીને પરમાત્મા નો વિયોગ થાય છે.અને પરમાત્માનો વિયોગ થવાથી જીવ અશાંત થાય છે.અને તેના હાથે પાપ થાય છે. પ્રભુનો વિયોગ એ મહાન દુઃખ છે.જેને પોતાની અંદર પરમાત્મા દેખાય છે તેને ઈશ્વર એક ક્ષણ પણ છોડી શકે નહિ.
ઘડામાંનાં ઘટાકાશ માંથી જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી,તેમ જ્ઞાની ને પરમાત્મા છોડી શકતા નથી. સુરદાસને બહાર અને અંદર પરમાત્મા દેખાય છે,પોતાની અંદર પરમાત્મા નો અનુભવ કરે છે.આ અનુભવ એ જ ભાગવત નું ફળ છે.
ભાગવત એ દર્શન શાસ્ત્ર છે,
ભાગવત વાંચ્યા પછી મનુષ્ય નો સ્વભાવ સરળ થાય છે.પોતાના દોષ નું દર્શન થાય છે.ભાગવત મન ને સુધારે છે,દ્રષ્ટિ ને દિવ્ય બનાવે છે. પરમાત્મા નાં દર્શન કરવાનું સરળ સાધન જે ગ્રંથ માં બતાવ્યું છે,તે ભાગવત, બીજા ઘણાં શાસ્ત્રો છે,પણ ભાગવત નું દર્શન અલૌકિક છે.